રાજકોટ - ટંકારા હાઇવે પર કાર -રીક્ષા વચ્ચે ટક્કર, ૫ મુસાફરો થયા ઘાયલ
ટંકારા-રાજકોટ હાઇવે પર કારે રિક્ષાને ઠોકરે ચડાવતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અને રિક્ષા ચાલક તથા તેમાં સવાર ૫ મુસાફરોને ઇજાઓ પહોચી હતી. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ટંકારાન મીતાણા ગામે રહેતા રિક્ષા ચાલક જગાભાઇ વેલજીભાઇ બાંભવાએ આરોપી કાર ચાલક કોકે ૩૬ એલ ૦૫૫૩ વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૪ના રોજ જગાભાઈ સવારના ૦૭:૩૦ વાગ્યે પોતાની રીક્ષા જી.જે ૩૬ યુ ૨૦૯૨ લઈને નીકળ્યા હતા અને મિતાણા ગામમાં રહેતા ખુશીબેન હીરાભાઇ ગોગરા, પુજાબેન ઇન્દુભાઇ ખીટ, ભારતીબેન લખાભાઇ પારધી અને કિષ્નાબેન બાધાભાઇ ખીટને રિક્ષામાં બેસાડીને લજાઇ ચોકડી પાસે આવેલ સ્ટીવન કારખાનામાં આવતા હતા. રસ્તામાં તેમણે હડબટીયાળી ગામથી કુણાલ બળવંતભાઈ ભોરડિયા ને પણ રિક્ષામાં બેસાડ્યો હતો. જે સ્ટીવન ઘડિયાળના કારખાનામાં કામ કરતો હતો.

રાજકોટ-હાઇવે રોડ પરથી આર્ય વિદ્યાલયથી એકાદ કિમી દૂર ખજૂરા હોટલ તરફ પાંચેય મુસાફરો સાથે જગાભાઈ પોતાની રીક્ષામાં આવી રહ્યા હતા. એ સમયે પાછળથી આરોપી કાર જી.જે ૩૬ એલ ૦૫૫૩ના ચાલકે રફતારની ગતિમાં પૂરપાટવેગે આવીને રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. જેને કારણે રીક્ષા ખાલી સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી અને રોડ પર ઢસડાઈ ગઈ હતી. જેને પગલે જગાભાઈ અને રિક્ષામાં સવાર પાંચેય મુસાફરોને ઇજાઓ પહોંચતા અન્ય રીક્ષા ચાલક અને આસપાસના લોકોની મદદથી ૧૦૮ મારફત એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા.જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આઈ ટી જામ ચલાવી રહ્યા છે