કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી આવશે વરસાદી ઝાપટું! તાપમાનનો પારો ઉપર જશે
છેલ્લાં બે-ત્રણ દિવસથી રાજ્ય (Gujarat) માં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. એવામાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદની શક્યતા હાલ સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. તદુપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. ખેડૂતને લઈને એડવાઇઝ પણ જાહેર થશે. ખેડૂતે પાણી પીવડાવવું અને ખેતીલક્ષી બાબતે ધ્યાન રાખવું. માર્ચમાં વરસાદ રહેતો નથી હોતો પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. વરસાદના કારણે તાપમાન પણ ઘટતું હોવાથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી રાજ્યમાં ડબલ સિઝન રહી શકે છે. આથી ડબલ સીઝનના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ રાજ્યમાં વધી શકે છે.'