ગુજરાતમાં ફરી આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં કરાઇ આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે.ખેડૂતોની ચિંતામાં વધારો.
આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, આવતીકાલથી ફરી ભારે પવન સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે કે 29 માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. તો 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 31 માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે.