મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમા ચામુંડા માતાજીના મંદિર નજીક રહેણાંકમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી 4 આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

Morbi News : જૂની અદાવતમાં બે વ્યક્તિઓ પહોંચ્યા ફરિયાદીના સંબંધીના ઘરે,  તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, સો ઓરડી વિસ્તારમા ચામુંડા માતાજીના મંદિર નજીક આરોપી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે જે બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી સુધીરભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ મોતીભાઇ મકવાણા, પંકજભાઇ ઉર્ફે પિન્ટુભાઇ બાલુભાઇ સોલંકી અને પ્રવિણભાઇ ટપુભાઇ પરમાર તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 22,950 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

You Might Also Like