માળીયામાં ઝેરી દવા પી આપઘાત કરતા સારવાર દરમિયાન મોટ નીપજ્યું
માળીયાના બોડકી ગામે ખડ બાળવાની દવા પીને યુવતીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે માળીયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયાના બોડકી ગામે રહેતી ૨૨ વર્ષીય ભૂમિબેન પ્રવીણભાઈ સુવારીયા નામની યુવતીએ પોતાના ઘરે ગત તા. 21/૦૭ ના રોજ અગમ્ય કારણોસર ખડ બાળવાની દવા પી લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડી હતી પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ભૂમિબેનને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૧૪ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ આર.એમ.ગરચર ચલાવી રહ્યા છે