PM SHRI શ્રી સજનપર પ્રાથમિક શાળામાં NMMS પરીક્ષા 2024 નું ધમાકેદાર પરિણામ
*PM SHRI શ્રી સજનપર પ્રા. શાળામાં NMMS પરીક્ષા 2024 નું ધમાકેદાર પરિણામ*
*શાળાના વિદ્યાર્થીઓ સરકારશ્રી તરફથી રૂ.48000 સુધીની સ્કોલરશીપ મેળવશે*
શ્રી સજનપર પ્રા. શાળાના ધો.8 ના બાળકોએ સરકારશ્રી તરફથી લેવામાં આવેલ *નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા ૨૦૨૪*
માં 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં શાળાના 7 વિદ્યાર્થીઓ એ 100 થી વધુ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં શાળાનું ગૌરવ વધારેલ છે.
*આ તમામ બાળકોને અને એમને આખું વર્ષ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને સમગ્ર શાળા પરિવાર અને આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.*