PM મોદી દુનિયાભરના તમામ નેતાઓમાં સૌથી પ્રિય નેતા : ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કરી ભારતની પ્રશંસા
G - 20 બેઠક વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઈટાલીના કોઈ ટોચના નેતાની ભારતની આ પહેલી મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ દિલ્હીમાં વાતચીત કરી હતી. જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું, પીએમ મોદી વિશ્વના તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે.