ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને બનેલ કારોબારીનું વિસર્જન ! ઘીના ઠામમાં ઘી પડી ગયું
ટંકારા તાલુકા પંચાયતમાં બળવો કરીને તાજેતરમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી તેવામાં સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના આગેવાનની હાજરીમાં ટંકારામાં મિટિંગ રાખવામા આવી હતી જેમાં હાલમાં જે કારોબારીની રચના કરવામાં આવી હતી તેના તમામ સભ્યો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખને રાજીનામાં આપવામાં આવેલ છે ને આગામી તા ૧૨ ના રોજ ફરીથી સામાન્ય સભાની બેઠક બોલાવશે જેમાં ફરીથી કારોબારીની રચના કરવામાં આવશે
ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને થોડા દિવસો પહેલા સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હતી જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી ત્યારે બળવો કરવામાં આવ્યો હતો અને પ્રમુખ તરફથી પાંચ નામ સાથેની સમિતિ મૂકવામાં આવૈ હતી જેને માત્ર એક જ મત મળ્યો હતો અને સામાપક્ષે બળવો કરનારાઓએ છ સભ્યોના નામ સાથેની સમિતિ મૂકી હતી જેમાં ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે સમિતિને ૧૧ મત મળ્યા હતા જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઇ અંદરપા સહિતનાઓની ટંકારા તાલુકા પંચાયતના સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં તાજેતરમાં બનેલ કમિટીના જે સભ્યો હતા તે તમામે તાલુકા પંચાયતના પ્રમુખને રાજીનામાં આપી દીધા છે અને આગામી તા ૧૨ ના રોજ તાલુકા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક બોલાવશે તેમાં નવી કમિટીની રચના કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે આમ બળવા બાદ હાલમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તેવો ઘાટ સર્જાયો છે
