ભાજપે મિશન 2024 માટે રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. છત્તીસગઢના ડોક્ટર રમણ સિંહ, રાજસ્થાનના વસુંધરા રાજે, ઝારખંડના રઘુવર દાસ, યુપીના લક્ષ્મીકાંત બાજપાઈ અને તારિક મંસૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કુલ 13 નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

BJP appoints election in-charges for these States - The Daily Guardian

બીએલ સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન)ની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવનું પદ લખનૌથી શિવ પ્રકાશને આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પંકજા મુંડે, બિહારના ઋતુરાજ સિંહા, યુપીના સુરેન્દ્ર સિંહ નાગર, મધ્યપ્રદેશના ઓમપ્રકાશ ધુર્વેને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. કુલ 13 નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.

BJP planning 'snehayathra' for Christmas to improve relationship with  Christian community, Christmas, Christian community, BJP, Kerala BJP,  Kerala news

સંજય બંડી અને રાધા મોહન અગ્રવાલને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સંજય બંડી તેલંગાણાના પ્રદેશ પ્રમુખ હતા અને તેમને તાજેતરમાં હટાવવામાં આવ્યા હતા. યુપીના રાધા મોહન અગ્રવાલ, રાજસ્થાનના સુનિલ બંસલ, મધ્યપ્રદેશના કૈલાશ વિજયવર્ગીયને રાષ્ટ્રીય મહાસચિવ પદની જવાબદારી સોંપવામાં આવી છે. કુલ 8 નેતાઓને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ટ્રેઝરર અને નરેશ બંસલને કો-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે.

You Might Also Like