જન્માષ્ટમીના તહેવારને લઈને એ ડિવિઝન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહીની સહિતની સંસ્થાઓના 70 જેટલા આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
 

આ બેઠક એ ડિવિઝન પીઆઇ એચ.એ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોને પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવાય તેવી અપીલ કરી હતી. સાથે આગેવાનોએ પણ ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.
 

You Might Also Like