હડમતિયા કન્યા તાલુકા શાળાની કુલ ૭ વિદ્યાર્થીનીમાંથી ૬ વિદ્યાર્થીનીઓ સ્કોલરશીપની પરીક્ષામાં પાસ, ટંકારા તાલુકામાં આવી પ્રથમ સ્થાને
ડાભી દિવ્યા રણજીતસિંહ કુલ ગુણ ૧૮૦ માંથી ૧૪૬ ગુણ સાથે ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં ચતુર્થ નંબર મેળવીને શાળાનું તેમજ હડમતિયા ગામનું નામ કર્યું રોશન.
ટંકારા તાલુકાના હડમતિયા ગામની કન્યા તાલુકા શાળામા અભ્યાસ કરતી બંને વિધાર્થીનીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષામાં કુલ ૭ વિદ્યાર્થીમાંથી ૬ વિદ્યાર્થી પાસ થયેલ છે. ડાભી દિવ્યા રણજીતસિંહ કુલ ગુણ ૧૮૦ માંથી ૧૪૬ ગુણ સાથે ટંકારા તાલુકામાં પ્રથમ અને મોરબી જિલ્લામાં ચતુર્થ નંબર મેળવીને શાળાનું તેમજ હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ચાવડા ગાયત્રી હેમંતભાઈ ૧૧૭ ગુણ સાથે મેરિટમાં સ્થાન મેળવેલ છે તેમજ બંને વિધાર્થીનીઓને હડમતિયા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા છે
બંન્ને વિદ્યાર્થીઓને શાળા પરિવાર વર્તી ખૂબ ખૂબ અભિનંદન..