આજ રોજ હડમતિયાની શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના  ૧૩૦ બાળકોએ વિજ્ઞાન અને ગણિતના સાધનોનો પરિચય કેળવ્યો. આ ઉપરાંત ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે વિજ્ઞાન ક્વિઝ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ તકે શાળા આચાર્ય શ્રી નિલેશભાઈ સિણોજીયા તેમજ શિક્ષકશ્રીઓ હર્ષદભાઈ લો, નીતીનભાઇ નમેરા, પ્રવિણભાઇ ભાગીયા અને શિક્ષિકા શ્રીમતી કોમલબેન સરડવા તેમજ શાળાના પ્રવાસી શિક્ષક કાજલબેન ખાખરીયા,  બી.એડ. તાલીમાર્થી આશિષભાઈ, મિલનભાઈ સગર તેમજ એસ.એમ.સી અધ્યક્ષ બાળકોને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા

You Might Also Like