મોરબીમાં તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કરી આટલા કરોડથી વધુની વસુલાત
રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિક ઈ-ચલણ સહિતના કેસો તેમજ ભરણ પોષણ અને અન્ય કેસોમાં અરજદારોએ ૧૬.૫ કરોડથી વધુની રકમ ચૂકવી આપી હતી.
રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિક ઈ-ચલણ સહિતના કેસો તેમજ ભરણ પોષણ અને અન્ય કેસોમાં અરજદારોએ 16.5 કરોડથી વધુની રકમ ચૂકવી આપી કાનૂની કાર્યવાહીથી છુટકારો મેળવ્યો હતો.

મોરબી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો,દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકવામાં આવેલા હતા. તા. ૦૯/૦૯/૨૦૨૩ ના રોજની લોક અદાલતમાં કુલ ૧૫૧૯ કેસો મુકવામાં આવેલા હતા જેમાથી કુલ ૭૨૧ કેસોનો નિકાલ થયેલ છે અને જેમાં રૂ.૧૫,૫૫,૨૭,૪૬૨ સમાધાન થકી વસુલ કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસોના રાષ્ટ્રીય લોક અદાલતમાં રાખવામાં આવેલ છે, અને જેના ઇ-ચલણનાં નાણા એસ.પી. કચેરી મોરબી ખાતે ટ્રાફીક શાખા રૂમ નં-૧૧ માં તથા ઓનલાઇન વસુલવામાં આવશે. તથા સ્પે. સીટીંગ ઓફ લોક અદાલતમાં કુલ ૪૧૭૮ કેસો મુકવામાં આવેલા હતા અને તેમાંથી કુલ ૨૬૫૮ કેસોનો નિકાલ થયેલ છે. તેમજ પ્રિ-લીટીગેશનના કુલ ૨૮૮૩૪ કેસો સમાધન માટે મુકવામાં આવેલા હતા તેમાંથી કુલ ૧૫૦૬ કેસોનો સમાધનથી નિકાલ કરી રૂ. ૧,૦૦,૯૧,૩૦૦ ની વસુલાત કરવામાં આવેલ હોવાનું પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન પી.સી.જોષી તથા જિલ્લા કાનુની સેવા સતા મંડળ મોરબીના ફુલટાઇમ સેક્રેટરી બી.એસ.ગઢવીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.