મોરબી ટ્રાફિક ડ્રાઇવ : માત્ર 3 કલાકમાં મોરબી જિલ્લામાં ટ્રાફિકના નિયમો ભંગ બદલ 325 દંડાયા, 1.60 લાખનો દંડ વસુલાયો
મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ
મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે "સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા જણાવેલ જે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહલ ત્રીપાઠીના સુચના અને માર્ગદર્શન હેઠળ તા. 20/08/2023 ના સાંજે 4:00 થી 07:00 સુધી મોરબી જીલ્લામાં “સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ " રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન રોંગ સાઇડ ચાલતા વાહન તથા નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા, અધુરી નંબર પ્લેટ વગર/ગેરકાયદેસર લખાણ, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રેક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા સાયલેન્સરમાંથી વિસ્ફોટક/મોડીફાઇટ સાઇલેસન ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

મોરબી જીલ્લામાં તા. 20/08/2023 ના સાંજે 4:00 થી 07:00 દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-325 સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ. જેમાં ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ- 1,60,300/- કરવામાં આવેલ. નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ 207 મુજબ કુલ-પર વાહન ડીટેઇન કરવામાં આવેલ. રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ IPC કલમ-279 મુજબ કુલ-16 ગુના રજીસ્ટર કરવામાં આવેલ.

અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ IPC કલમ- 283 મુજબ કુલ-૧૪ ગુના રજીસ્ટર કરવામાં આવેલ. ડ્રેક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-185 મુજબ ના કુલ ૨ ગુના રજીસ્ટર કરવામાં આવેલ. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે