મોરબીના યુવા આગેવાન અજય લોરીયા અને સોસાયટી દ્વારા નગરપાલિકાના વોર્ડ નં 10 માં આવતા 1.15 લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો
મોરબીના કેનાલ રોડ પર આવેલ દર્પણ - અને શિવ પાર્ક સોસાયટી માં આશરે 800 મકાનો અને 5000 જેટલા લોકો રહે છે ત્યાં રોડ ની હાલત અત્યંત દયનિય હોવાથી અનેક વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી હતી

સેવાભાવી યુવાન અજય લોરીયા અને સોસાયટીના રહીશો દ્વારા સહિતના દ્વારા 1.15 લાખ(એક લાખ પંદર હજાર)નો ખર્ચ કરી અને ત્યાં ખાડાઓમાં ડામર પાથરી ત્યાં ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો હતો