રણમલપુર ગામ માંથી જુગારધામ ઝડપી પાડતી મોરબી પોલીસ, 13 જુગારીઓ પકડાયા
મોરબી તાલુકાના રણમલપુર ગામની સીમમાં ભાવેશ પટેલ નામના શખ્સે જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી જુગારની મજા માણતા 13 જુગારીઓને રોકડા રૂપિયા 4.66 લાખ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે હળવદ તાલુકાના રણમલપુર ગામે આરોપી ભાવેશ પટેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડે છે જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા આરોપી ભાવેશભાઇ ચંદુભાઇ વરમોરા, ત્રિશાલભાઇ જગદીશભાઇ પારજીયા, લખમણભાઇ ધનાભાઇ ખીટ, ચંદુલાલ સવજીભાઇ પનારા, મહેશભાઇ હરીભાઇ ડાંગર, મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઇ, હીરેનભાઇ જગદીશભાઇ દવે, ભરતભાઇ મયાભાઇ ઠુંગા, મોન્ટુભાઇ ઘનશ્યામભાઇ કૈલા, અશોકભાઇ પ્રભુભાઇ ડાંગર, યોગેશભાઇ ઉર્ફે કનો વિનોદભાઇ વામજા, શીવાભાઇ ઉર્ફે કાળુ કરશનભાઇ વામજા અને પ્રકારભાઇ જગદીશભાઇ દવે નામના શખ્સોને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4.66 લાખ કબજે કરી જુગારધારા મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.