મોરબીમાં વિદેશી દારૂ સાથે એક વ્યકતિને ઝડપી પાડતી મોરબી પોલીસ
મોરબી રાજપર રોડ ઉપર પટેલ સમાજ વાડીના ગેઈટ નં.3 પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના આરોપી ચેતનભાઈ કાંતીલાલભાઈ ઠોરીયા નામના શખ્સને વિદેશી દારૂ રોયલ અમેરીકન પ્રાઈડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કીના ચાર ચપલા કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછતાછમાં દારૂના આ ચપલા શનાળા ગામના દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા પાસેથી ખરીદ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.