પીપળી ગામે વિદેશી દારૂ પર મોરબી પોલીસની તવાઈ, 12 બોટલ સાથે બે ઝડપાયા
મોરબી તાલુકાના પીપળી ગામે તાલુકા પોલીસે વિદેશી દારૂ અંગેના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની શિવપાર્ક સોસાયટી પાસેથી આરોપી સાહિલ રણછોડભાઈ ઠાકોર ઉ.20 નામના શખ્સને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે પીપળી ગામે ત્રિલોકધામ સોસાયટી પાસેથી આરોપી ભરતભાઇ સવજીભાઈ સુંડાણી, ઉ.40 નામના શખ્સને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.