મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઇન્દિરાનગરમાં આવેલ ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ મળી આવી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી બુટલેગર હાજર મળી આવ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઈન્દીરાનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર શેરી નંબર-1માં આરોપી બહાદુરભાઈ ઉર્ફે રોહીત ગીરધરભાઈ ડાભીના રહેણાંકમાં દરોડો પાડતા મકાનમાંથી રોયલ ચેલેન્જ નંગ-3, મેકડોલ્સ નં-1 નંગ-12, બ્લેન્ડર પ્રાઈડ નંગ-11 તથા ઓલ સીસન્સ નંગ-42 બોટલ સહીત કુલ રૂપિયા 41,999ની કિંમતની વિવિધ બ્રાન્ડની 48 બોટલ દારૂની મળી આવી હતી. 

UP Police arrest 29 liquor smugglers in Banda; 122 litres of liquor seized  - India Today

જો કે, દરોડા દરમિયાન આરોપી બહાદુરભાઈ ઉર્ફે રોહીત ગીરધરભાઈ ડાભી હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

You Might Also Like