મોરબી શહેરમાં કબ્રસ્તાન જતા રસ્તે ટ્રેડ સેન્ટર પાસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઈસમને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે એન્ય એકનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન મોરબી સી.પી.આઇ. ઓફિસ થી કબ્રસ્તાન તરફ જતા રસ્તે ટ્રેડ સેન્ટર પાસે રૂ.૨,૦૦,૦૦૦ની કિંમતની વોકસ વેગન કાર GJ-03-ER-792માં આરોપી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયા નીકળતા પોલીસે કારને અટકાવી હતી અને તેની તલાશી લીધી હતી. જેમાં રૂ.૭૫૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ અને રૂ.૩૫,૦૦૦ ની કિંમતનો સેમસંગ કંપનીનો ઝેડ ફ્લીપ ૩ મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી હિતેશ મામાના હુલામણા નામથી ઓળખાતા શખ્સ સાથે દારૂનો વેપલો ચલાવે છે. જે ઘટના સ્થળે મળી આવ્યો ન હતો.જેથી પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૨,૩૫,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે અન્ય કિસ્સામાં આરોપી લલીતભાઇ જીવરાજભાઇ સનાવડા લાતીપ્લોટ શેરીનં.૪ ખાતે નશામાં ધૂત થઈને પોતાની રૂ.૨,૦૦,૦૦૦ની સ્વીફટ ડીઝાયર કાર જી.જે.૩૬.એફ.૨૪૯૬ને સર્પાકાર ચલાવતા મળી આવ્યો હતો.જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

You Might Also Like