મોરબીના ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્લબના બહેનો દ્વારા રવાપર ચોકડી પર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ ભાઈઓને રાખડી બાંધી તેમના કામને બિરદાવવામાં આવ્યું હતું.

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ટ્રાફિક નિયમન માટે કુશળતાપૂર્વક કામગીરી કરતાં ટ્રાફિક કોન્સ્ટેબલને રાખડી બાંધવાની સાથે ક્લબ દ્વારા સન્માનપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ બાવરવા અને સાથી કોન્સ્ટેબલનો આભાર માનવામાં આવ્યો હતો.

You Might Also Like