મોરબી અને વાંકાનેરમાં ત્રણ જગ્યાએથી દારૂ સાથે ઝડપાયા ત્રણ ઈસમો
મોરબી રાજપર રોડ અને વાવડી ચોકડી પાસે પાસેથી દારૂની નાની બોટલો સાથે બે શખ્સ પકડાયેલ છે અને વાંકાનેર તાલુકાના માટેલ ગામે ભોજનશાળા પાસેથી એક શખ્સ બિયરના બે ટીન સાથે મળી આવતા પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડીના ગેટ નં-૩ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં ચેતનભાઇ કાંતિલાલ ઠોરિયા જાતે પટેલ (૩૫) રહે. નીતિન પાર્ક ધરતી હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. સનાળા વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ સતનામ ગૌશાળા પાસેથી રોડ ઉપરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના છ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતના બિયરના જથ્થા સાથે કિશનભાઇ પોપટભાઈ ખીટ જાતે ભરવાડ (૩૨) રહે. વાવડી રોડ માધાપર શેરી નં-૧૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ બિયર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના માટેલ ગામે ભોજનશાળા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપભાઇ રમેશભાઈ પંચાસરા જાતે પટેલ (૨૭) રહે હાલ ગોકુલનગર સોસાયટી મકનસર મૂળ રહે ચોકડી ગામ તાલુકો ચુડા વાળાની ધરપકડ કરેલ છે