ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણ ફરી પલટાશે. જેને લઈ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈ આજે  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઇ છે. 

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક રાજ્યમાં ભર ઉનાળામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસા પડતા ખેડૂતોનો તૈયાર થયેલો અને લણણી કરેલા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો આ વડતરની માંગ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આજે ફરી એકવાર વાતાવરણ પલટાશે. જેને લઈ આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે. મહત્વનું છે કે, 21 માર્ચે પણ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આ સાથે 25, 26 અને 27 માર્ચના રોજ વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. 

You Might Also Like