આજ રોજ અમારી શાળામાં "મેરી મિટ્ટી મેરા દેશ" અંતર્ગત સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી લઈ હાથમાં દીવા પ્રજ્વલિત રાખી પ્રતિજ્ઞા લેવામાં આવી. તેમજ શહીદો વિશે પ્રવચન બાદ રાષ્ટ્રગાન કરી કળશમાં માટી લઈ વસુંધરાને વંદન કરવામાં આવ્યું.

ત્યારબાદ સાથે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક બાળકોએ સિંહના મહોરા પહેરાવી ગામમાં રેલી કાઢી, ત્યારબાદ શાળાએ સિંહોના સંવર્ધન અંગેની જાણકારી આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

આ ઉપરાંત ધોરણ ૬ થી ૮ માં લાઈફ સ્કીલ કાર્યક્રમ અંતર્ગત જેમાં અલગ અલગ ટુકડીઓ પાડી સાયકલમાં પંચર કરવું, કુકરનું ઢાંકણું ખોલવું અને બંધ કરવું, મહેંદી મુકવી, શરબત બનાવવો, વેશભૂષા, વેસ્ટ માંથી બેસ્ટ, જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તકે *સરપંચબેન શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા ગ્રામજનોએ પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને ચોકલેટ ખવડાવી મીઠા મોઢા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયાના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, હડમતિયા કન્યા તાલુકા શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળા આચાર્યશ્રી નરેન્દ્રભાઈ ધાનજા, શિક્ષકગણ, ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

You Might Also Like