મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો શખ્સ તમંચા સાથે ઝડપાયો, પોલીસે નોંધ્યો ગુન્હો
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેરના ચંદ્રપુર નાલા નજીકથી મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા શખ્સને તમંચા સાથે ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેરના ચંદ્રપુર નાલા પાસે એક શખ્સ તમંચા સાથે ઉભો છે જે બાતમીને આધારે એસઓજી ટીમે રેઇડ કરી આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત રહે. હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ, રાજસમંદ, રાજસ્થાન વાળાને દેશી બનાવટના તમંચો કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઇ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ રાઉમાં,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા, અંકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.