આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે મોરબીના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભોળાનાથને અવનવા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે મહાકાલ શણગાર કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસના અંતિમ સોમવારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે ઉજ્જૈન સ્થિત મહાકાલ મહાદેવનો શણગાર કરવામાં આવ્યો છે. આ મહાકાલ શણગારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને મંદિરે હર.. હર.. મહાદેવના નાદ ગુંજી રહ્યા છે.

You Might Also Like