રાજ્યસભાની ત્રણેય સીટ પર ખીલ્યું કમળ, ઉમેદવારો ચૂંટાયા બિનહરીફ, આ દિવસે લેશે શપથ
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી 24 જુલાઈએ યોજાવાની હતી. પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. કેસરીસિંહ ઝાલાના લગ્નમા PM મોદીએ પણ હાજરી આપી હતી. એમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે.