મોરબીના અવધ ફીડરમાં બુધવારે સવારે ૦૭ : ૩૦ થી બપોરના ૨ કલાક સુધી રહેશે વીજકાપ
PGVCL મોરબી શહેર ૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી અવધ ફીડરમાં તા. ૦૧ માર્ચને બુધવારે નવી લાઈન કામગીરી કરવાની હોવાથી સવારે ૦૭ : ૩૦ થી બપોરના ૨ કલાક સુધી વીજ પુરવઠો રહેશે બંધ.
અવધ ફિદારમાં આવતા વિસ્તારોમાં આદીનાથ સોસાયટી, આંબાવાડી, અમરનાથ સોસાયટી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર ૧/૨, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે તેમ પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે.