મહાશિવરાત્રીએ લજાઈના ભીમનાથ મહાદેવ મંદિરના મહંત સોહમદત્ત બાપુની રક્તતુલા થશે
*જય ભીમનાથ મહાદેવ*
જય ભીમનાથ મહાદેવ સહ વિનય સાથ લજાઈના ગામ લોકોને ને જણાવાનું કે આપણાં લજાઈ ગામ ના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમનાથ મહાદેવ મંદિર ના મહંત શ્રીસોહમંદત્ત બાપા કે લજાઈ ગામને આવતા ય લજાઈ ને જતા ય લજાઈ ની છાપ માંથી ગૌશાળા વારુ લજાઈ ની છાપ ઉભી કરનાર,જેમને પોતાની 22 વર્ષની ઉમરે *ઈ સ ૧૯૬૭ મા સંકલ્પ કર્યો હતો *અમારી ગાય કતલ ખાને કદી ન જાય* તે સંકલ્પ ની આજે પણ લજાઈ ગામને ગાયો ની સેવાનો લાભ મળે છે આ સંકલ્પ ની પ્રેરણાથી મોરબી જિલ્લામાં ઘણી બધી ગૌશાળાઓ ની સ્થાપના થઈ છે તો હાલ સોહમદત્ત બાપા ની ઉંમર વધું હોય તબિયત નરમ ગરમ રહેતી હોય તો લજાઈ ગામ ના ગૌ સેવકોઓ અને લજાઈ ગામ ના સેવાભાવીઓ દ્રારા સંત શ્રી સોહમદત બાપા ની રક્તતુલા કરી ઋણ ચૂકવવા નુ સૌ સાથે મળી આયોજન કરેલ છે તો આગમી *મહા શિવરાત્રી*. *તા 26/2/2025ને બુધવારે* સવારે 8 કલાકે મહા રક્તદાન કેમ્પ શરૂ થશે તો આપણી સૌ પોતાની ફરજ સમજી રક્તદાન કરવા તેમજ મહા પ્રસાદ લેવા ભીમનાથ મહાદેવ નુ હાર્દિક આમંત્રણ છે.
*તા 26/2/2025*
*બુધવાર*
*સ્થળ -ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ*
*લી *સમસ્ત લજાઈ ગામ*
