ટંકારા તાલુકાના સજનપર પૌત્રના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણી
પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
સજનપર ગામમાં રહેતા શ્રી મગનભાઈ માવજીભાઈ જીવાણીએ પોતાના પૌત્ર "કિયાંશ હસમુખભાઈ જીવાણી" ના ત્રીજા જન્મદિવસ નિમિતે સજનપર ગામની સરકારી શાળા શ્રી સજનપર પ્રા. શાળા માં ધો.1-2 ના બાળકો મલ્ટીમીડિયા દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી "TCL કંપનીનું 55" ઇચનું એન્ડ્રોઈડ સ્માર્ટ ટી.વી." શાળાને ભેટ આપી સમાજને એક અલગ રાહ બતાવેલ છે સરકારી શાળામાં શિક્ષણ માટે આ પ્રકારનું શિક્ષણમાં ઉપયોગી દાન આપવા બદલ શાળા પરિવાર દ્વારા ગામના આવા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.