ટંકારા તાલુકાના ગામોમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી
*ટંકારા તાલુકાના હડમતિયા, વિરપર, લજાઈ, સજનપર હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પ્રી મોન્સુન અંતર્ગત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સરહાનીય કામગીરી કરવામાં આવી*
આજ રોજ લજાઈ , વિરપર, હડમતીયા અને સજનપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત મચ્છરજન્ય રોગચાળાઓ અટકાયત કરવા માટે કાયમી પાણીના ખાડાઓ, અવાવરુ કૂવાઓ અને જળાશયોમા ગપ્પી માછલીઓ મૂકવામા આવી.

