જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધામાં મોરબીની મોટીબરારની વિદ્યાર્થિનીઓએ મારી બાજી
ગઈકાલે તારીખ 22 ઓગસ્ટ મંગળવારના રોજ મોટીબરારની મોડેલ સ્કૂલમાં મોરબી જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં મોટી બરાર મોડેલ સ્કૂલ અને કેજીબીવી-4 મોટીબરાર સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધામાં અલગ- અલગ કેજીબીવીમાંથી ધોરણ 9ની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં પર્યાવરણ, વ્યસન મુક્તિ, સ્ત્રી શિક્ષણ જાગૃતિ જેવા મુદ્દાઓને આવરીને લોક નૃત્ય અને રોલ પ્લે રજુ કરાયું હતું. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને કેજીબીવી-4 મોટીબરારની દીકરીઓ રોલ પ્લેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા અને લોક નૃત્યમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર તથા કેજીબીવી-4 મોટીબરારનું નામ રોશન કર્યું હતું. પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી વિદ્યાર્થિનીઓ હવે ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તે બદલ શાળાનો સ્ટાફ તથા આચાર્ય બી. એન. વીડજા દ્વારા વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.