મોરબીમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે થઈ રહ્યો છે વધારો, આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા વધુ કેસ
મોરબીમાં કોરોનાના નવા ૨૩ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 61 પર પહોંચ્યો.
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુક્યા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે