ભાવનગરના સિહોરમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચલાવી ફિલ્મી ઢબે કરોડોની લૂંટ
ગુજરાતમાં અત્યારે ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ભાવનગરના શિહોરમાં અત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક કરોડ રૂપિયાની લૂંટ કરીને ગઠિયો ફરાર થઈ ગયો છે. ગન પોઈન્ટ પર રાખી આંગડિયા પેઢીના જે કર્મચારીઓ હતા તેને આ ગઠિયો લૂંટીને ભાગી જતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં આ શખસ બસ સ્ટેન્ડ પાસે હિરા અને રોકડ લઈ ઉભેલા આ કર્મચારી પાસેથી તમામ મુદ્દામાલ છીનવી ફરાર થઈ ગયો હતો. જોતજોતામાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈને સ્થાનિકોમાં પણ આ ચોરીની ચકચાર થઈ ગઈ છે.
ધોળા દિવસે કરોડોની લૂંટ કરી
ભાવનગરના શિહોર ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાની ચોરી થઈ ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગાડીમાં સવાર થઈને 2 આંગડિયા પેઢીના કર્મચારીઓ આવી રહ્યા હતા. ત્યારે અચાનક ગઠિયાઓએ એક કર્મચારીનું અપહરણ કરી લીધું હતું, જ્યારે બીજાને ગાડીની અંદર ગન પોઈન્ટ પર રાખ્યો હતો. નોંધનીય છે કે સૌથી પહેલા એક ગઠિયાએ ગાડી રોકાવા માટે ગનનો ઉપયોગ કર્યો અને ત્યારપછી જ ગાડી ધીમી પડતા ચોરીની ઘટનાને અંજામ આપ્યો.
ગાડી ધીમી થઈ અને ગન પોઈન્ટ પર રાખ્યો...
નોંધનીય છે કે આ દરમિયાન ગાડી ધીમી થઈ ગઈ હતી અને અન્ય ગઠિયાઓએ ગન પોઈન્ટ પર ગાડીના દરવાજા ખોલવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે ત્યારપછી એકપછી એક ગાડીના દરવાજા ખોલ્યા અને જોતજોતામાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી મુદ્દામાલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. એક ગઠિયો કેટલીક રકમ લઈને ભાગતો નજરે પડે છે. જ્યારે બીજા કેટલાક ગાડીમાં અંદર ઘૂસી જતા નજરે પડ્યા છે.
જળ સંરક્ષણ તરફના મહત્વપૂર્ણ પ્રયાસના ભાગ રૂપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022 માં તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે, પાછળથી ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના રાજ્યમાં 100 ટકાથી વધુ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. તમને જણાવી દઈએ કે 2475ના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અમૃત સરોવરને લઈને પીએમ મોદીનું વિઝન શું છે
વડાપ્રધાન મોદીની અપીલનો ઉદ્દેશ્ય તમામ જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવર બનાવવાનો છે. આમાંના દરેક 'અમૃત સરોવર'માં 1 એકર (0.4 હેક્ટર)નો તળાવ વિસ્તાર હશે, જેની પાણી રાખવાની ક્ષમતા લગભગ 10,000 ઘન મીટર હશે. લોકભાગીદારી સુનિશ્ચિત કરવી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો હેતુ સમાજમાં સાથે મળીને કામ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે આગામી મહિનામાં અમૃત સરોવરમાં જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
અમૃત સરોવર ખાતે જાહેર કાર્યક્રમો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોગ દિવસ 2023ના અવસરે 1597 તળાવો પર 65 હજારથી વધુ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેવી જ રીતે 1લી જુલાઈના રોજ અનેક અમૃત સરોવર ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત સરોવરના ફાયદાઓથી વાકેફ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો સાથે વાતચીત કરી છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોને પ્રાધાન્ય આપવામાં આવે છે
પીએમ મોદીના આ મિશન હેઠળ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના ગામોમાં આવેલા તળાવોના સ્થાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા 665 અમૃત સરોવર કાર્યસ્થળો પર સ્મારક તરીકે લીમડો, પીપળ અને વડ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
અમૃત સરોવરની માટી હાઇવે અને ખેતીમાં વપરાય છે
સાથે જ આ તળાવોના ખોદકામમાં જે માટી નીકળી હતી તેનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર-રાજકોટ ડબલીંગ પ્રોજેક્ટ અને અમદાવાદ-મહેસાણા ટ્રેક ડેવલપમેન્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે-27, દિલ્હી-વડોદરા એક્સપ્રેસ હાઇવે (NH-48), NHNH48 (NH-48) જેવા પ્રોજેક્ટ્સમાં રેલવે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MORTH) દ્વારા અમૃત સરોવરની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક ખેડૂતો પણ તેમની જમીનને ફળદ્રુપ બનાવવા માટે અમૃત સરોવરની માટીનો ઉપયોગ કરે છે.