ગુજરાતમાં 1થી 8 ધોરણ માટે ગુજરાતી ફરજિયાત: સર્વાનુમતે પસાર થયું બિલ, ભંગ કર્યો તો થશે 2 લાખનો દંડ
ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય નો અભ્યાસ ન કરાવતા હોવાના કારણે ગૃહ વિભાગમાં ગુજરાતી ભાષા ફરજિયાત અંગે આજે બિલ રજૂ થયું.
આપણી માતૃભાષા ગુજરાતીને શાળાઓમાં ફરજિયાત પણે ભણાવવા માટે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ગૃહ વિભાગમાં આજે બિલ રજુ કર્યું હતું. આ બિલમાં ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવતો ન હોવાની વાતોને લઈને હાલ હા ગુજરાતી વિષય ફરજિયાત ભણવા અંગે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે નિયમ ભંગ બદલ કડક જોગવાઈઓ અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈઓ આ બિલની અંદર કરવામાં આવી છે.