ઇન્ડસ્ટ્રીયલ એરીયા એરપોર્ટ ફીડરમાં ગયા બુધવારે મેન્ટેનન્સ કરવા છતાં પણ દિવસમાં ત્રણ ચાર વખત ટ્રિપિંગ આવેલ છે જેને અનુસંધાને ઉદ્યોગકારોએ તારીખ ૨૦ માર્ચના રોજ ડેપ્યુટી એન્જિનિયર જાદવને રજૂઆત કરી હતી, પણ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા એક જ રટણ કરવામાં આવ્યું કે અહી અમને ટ્રીપિંગ નોંધાયું નથી. તો આ ટ્રીપિંગ આવે છે ક્યાંથી? તે ખુદ એન્જિનિયરને પણ ખબર નથી.
 

૬ મહિનાથી પ્રશ્ન ત્યાંનો ત્યાં જ..

અગાઉ છ મહિના અગાઉ પણ આ જ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કે આ ટ્રીપિંગનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવે પણ આ ટ્રીપિંગથી ઇન્ડસ્ટ્રીના માલિકોને લાખોની નુકશાની ભોગવવાનો વારો આવે છે..

ઉદ્યોગકારોની શું છે માંગ?
આ ટ્રીપિંગનો પ્રશ્ન તાત્કાલિકનાં ધોરણે બંધ કરો અથવા તો એક ટ્રીપિંગના ૧૫ હજારનું વળતર ચૂકવવામાં આવે. આ ટ્રીપિંગનાં કારણે ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં નુકશાન જાય છે, જે ઝડપથી સોલ્વ કરવામાં આવે..

ડે. એન્જિનિયર જાદવ સાથે શું થઈ વાતચીત..

ડેપ્યુટી એન્જિનિયર જાદવ પાસે રજૂઆત કરવા ગયેલ ઉદ્યોગકારો ને જણાવ્યું કે ગઈ કાલે જ મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. બધું ઓકે જ છે. કારખાનામાં ટ્રાન્સફોર્મર ચેક કરી લ્યો અમારા ફિડરોમાં ટ્રીપિંગ નોંધાઈ નથી. અમારા તરફથી કોઈ ફોલ્ટ નથી.

શું આ લોકોને કામ કરવાની દાનત ખોરા ટોપરા જેવી થઈ કે ફોલ્ટ મળતો નથી તે તો આગામી દિવસોમાં જ જોવા મળશે. પણ હવે ટ્રીપિંગ આવ્યું તો ઉદ્યોગકારોએ GEB ની ઓફીસ ખાતે ધામાં નાખવાનો પૂરો પ્લાન બનાવી લીધો છે.

You Might Also Like