મોરબીના નાની કેનાલ પર પર સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટમાંથી જુગારધામ ઝડપાયું
મોરબીના પચાસર રોડ પર નાની કેનાલ રોડ પર સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી છ પત્તાપ્રેમીઓને ૧૪.75 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર નાની કેનાલ પ્રમુખ સ્વામીની પાછળ આવેલ સ્કાયવ્યુ બી એપાર્ટમેન્ટમાં ફ્લેટ ૫૦૨ માં રહેતા જયસુખ મહાદેવભાઇ પડસુંબીયા પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા જયસુખ મહાદેવભાઇ પડસુંબીયા, જયેશભાઇ કાનજીભાઇ પડસુંબીયા, દિપકભાઇ પટેલ , વિપુલભાઇ અંબારામભાઇ કુંડારીયા,જયદિપભાઇ પ્રવિણભાઇ ચૌહાણ અને નિતીનભાઇ વલ્લભભાઇ આદ્રોજાને રોકડ રકમ રૂ. ૧૪,૭૫,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લામાં પોલીસ સારી કામગીરી કરી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી ગેરકાયદેસર પ્રવુતિ રોકવામાં પોલીસ મહદ અંશે સફળ પણ રહી છે જે મોરબીના લોકો માટે સારી બાબત પણ કહી શકાય પણ જાણે આ ગેરકાયદેસર પ્રવુતિ કરનાર લોકોની ઓળખ ન થાય માટે પોલીસની કેટલીક શાખાઓએ બીડું ઝડપ્યું હોય તેમ એનકેન પ્રકારે ફોટાઓ જાહેર નથી કરી રહી સાહેબ ગેરકાયદેસર પ્રવુતિ કરનારને ખુલ્લા જ પાડવા જોઈએ શા માટે ફોટાઓ જાહેર કરવામાં આવતા નથી