મોરબીમાં જુગારીઓનો ફાટ્યો રાફડો, ત્રણ સ્થળેથી ઝડપાયા ૧૬ પત્તાપ્રેમી
મોરબીમાં જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ જુગાર રમતા શકુનીઓ મળી આવે છે. ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે શહેરમાં અલગ અલગ ૩ વિસ્તારમાં જુગારના દરોડા પાડી કુલ ૧૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે ૬ નાસી જતાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જેમાં પ્રથમ રેઇડ કારીયા સોસાયટીમાં રામદેવપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા જયેશભાઇ ગાંડુભાઇ ડાભી, મુકેશભાઇ નરશીભાઇ ભલસોડ, રવિભાઇ યોગેશભાઈ ગોસ્વામી અને મનદીપભાઇ રાજુભાઇ બાબરીયાને રોકડ રકમ રૂ.૧૩૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બીજી રેઇડમાં લીલાપર રોડ સરકારી આવાસા યોજનામાં ખુલ્લા ચોકમાં જુગાર રમતા નિજામ સલીમભાઇ મૌવર, દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા, સમીરભાઇ આરીફભાઇ કાશમાણી, કારૂભાઇ નાથાભાઇ દેલવાણીયા,અલ્તાફશા કરીમશા શાહમદાર અને અજયભાઇ હંસરાજભાઇ વિકાણીને રોકડ રકમ રૂ. ૧૦,૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે ત્રીજી રેઇડ શકત શનાળા નવાપ્લોટ વિસ્તાર ખોડીયાર માતાના મઢવાળી શેરીમાં જુગાર રમતા ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા, નીતીનભાઇ ભરતભાઇ હોથી,સુરેન્દ્રસિંહ કરણસીંહ ઝાલા, શકિતસિંહ જયદીપસીંહ જાડેજા, રાજુભા બનુભા ઝાલા અને ધનશ્યામસીંહ છત્રસિંહ જાડેજાને રોકડ રકમ રૂ. ૪૫૨૬૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે કિરણ રામજીભાઈ ખાંભલા, હિતેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા, પીન્ટુભાઈ હરેશભાઈ ખાંભલા, ઋતુરાજસિંહ રવુભા ઝાલા, હરપાલસિંહ મુળુભા ઝાલા અને અકરમભાઈ કાદરી નાશી જતા તેને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસના પી આઈ એચ.એ.જાડેજા, આર.પી.રાણા, જનકભાઇ મારવાણીયા,એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા,ચકુલાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા,અરજણભાઈ ગરીયા, હિતેષશાઇ ધાવડા અને તેજાભાઇ ગરચર સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.