મોરબીના નાગડાવાસ ગામેથી પકડાયું જુગારધામ, 9 લોકો સામે કરી કાયદેસરની કાર્યવાહી
મોરબીમાં નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં એલ.સી.બી. પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. અને જુગાર રમતા 9 જુગારીઓ પત્તા ટીંચતા ઝડપાયા હતા. પોલીસે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે તેમને બાતમી મળી હતી કે, આરોપી ઘનશ્યામ રાણાભાઇ સનુરા નાગડાવાસ ગામે હાઇસ્કુલની બાજુમાં આવેલા તેના રહેણાંક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગારનો રમાડી રહ્યો છે. જેને પગલે એલ.સી.બી. પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા.

જ્યાં આરોપીઓ ઘનશ્યામ રાણાભાઇ સનુરા, સુંદરમભાઇ લક્ષ્મણભાઇ સાંતોલા, રૂપાભાઇ હિરાભાઇ ચાવડા, રાજભાઇ દેવાયતભાઇ ખાંભરા, નારણભાઇ હરીભાઇ ડાંગર, રોહિતભાઇ નારણભાઇ રાઠોડ, આનંદભાઇ માવજીભાઇ ડાંગર, મયુરભાઇ વસંતભાઇ મિયાત્રા અને પ્રેમજીભાઇ અવચરભાઇ ચાવડા ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.
જેથી એલ.સી.બી. પોલીસે રોકડા રૂપિયા 72,500 ના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.