ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉમા ટાઉનશીપની ૧૧ વર્ષ ઉપરની બહેનો, ઉમા વિદ્યા સંકુલ, યુનિક સ્કૂલ, ભારતી વિદ્યાલય અને સાર્થક વિદ્યામંદિરની બહેનોની કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન - રાજકોટ દ્વારા તપાસ કરી જરૂરી દવા પણ આપવામાં આવી હતી. જેમાં હિમોગ્લોબિન વિષે સમજૂતી આપી કુલ ૧૪૨૦ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા તમામ શાળાના સંચાલક  તથા ઉમા ટાઉનશીપની બહેનોએ ભારે જાહેમાટ ઉઠાવી હતી.

You Might Also Like