મોરબીના શિવનગર ગામે હનુમાન જયંતિ નિમિતે પ્રેરણાદાયી આયોજન, રક્તદાન કેમ્પ સહિતના ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે
શિવનગર ગરબી મંડળ અને સમસ્ત શિવનગર ગામ પરિવાર સમસ્ત દ્વારા તા. ૦૬ એપ્રિલના રોજ હનુમાન જયંતી નિમિતે ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે, જેમાં તા. ૦૬ ના રોજ બપોરે ૩ કલાકે શોભાયાત્રા, સાંજે ૫ કલાકે સન્માન સમારોહ અને સાંજે ૦૬ : ૩૦ કલાકે ભોજન સમારોહ શ્રી શિવનગર પટેલ સમાજવાડી ખાતે યોજવામાં આવશે તેમજ સાંજે ૦૪ : ૩૦ થી ૦૬ : ૩૦ કલાક સુધી રક્તદાન કેમ્પનું આયોજન પણ શિવનગર પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવ્યું છે.