ટંકારા હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે ગોળ કુંડાળુ વળી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો જુગાર રમતા ચાર ઇસમોને ટંકારા પોલીસે પકડી તેમની પાસેથી રૂ.૩૨૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારામાં હોન્ડાના શો રૂમ પાછળ ખરાબાની ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે ગોળ કુંડાળુ અમુક ઈસમો વળી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોનનો જુગાર રમી રહ્યા છે. 

અનાવલમાં ચકલી પોપટના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા | Gujarati  News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay

જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રાજેશભાઇ ભનુભાઇ ચાડમીયા (રહે.-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા.ટંકારા જી.મોરબી), ભુપતભાઇ વાલજીભાઇ ગારડી (રહે.-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા.ટંકારા જી.મોરબી), પરબતભાઇ નાગજીભાઇ સિંધવ (રહે.ટંકારા, જી.ઇ.બી. પાછળ તા.ટંકારા જી.મોરબી) તથા રોહિતભાઇ બાબુભાઇ સાડમીયા (રહે-ટંકારા, હોન્ડાના શો-રૂમ પાછળ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

You Might Also Like