માળીયાના વેણાસર ગામે પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
માળીયાના વેણાસર ગામે પત્તા ટીંચતા ૫ જુગારીઓને ઝડપીને માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે વેણાસર ગામમા નવાપરા શેરીમાં જાહેરમાં આરોપીઓ ખેંગારભાઇ વિઠ્ઠ્લભાઇ અદગામા, દશરથભાઇ હીરાભાઇ કુંવરીયા, સાગરભાઇ રમેશભાઇ કુંવરીયા, શૈલેષભાઇ પ્રભાતભાઇ કુવરીયા અને જેસીંગભાઇ મેરૂભાઇ અદગામા ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.

જેથી પોલીસે ગંજીપતાના પાના નંગ-૫ર અને રોકડા રૂપિયા ૧૦૬૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.