બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા
મોરબી રવાપર બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મા રહેતા ફલેટ માલીક ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા ના રહેણાંક એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા
મળતી માહિતી મુજબ મોરબી મોરબી રવાપર બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મા આરોપી ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો (૧) ભાણજીભાઈ નારણભાઈ પાડલીયા રહે.રવાપર રોડ બોનીપાર્ક સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૨ મોરબી(ર) નવનીતભાઈ ગોપાલભાઈ સાપોડીયા રહે.રવાપર ગામ ન્યુ એરા સ્કુલની પાછળ હેવન હાઈટસ ફ્લેટ (૩) અક્ષયભાઈ મનસુખભાઈ સુરૈયા રહે.રવાપર ગામ ન્યુ એરા સ્કુલની બાજુમા હેવન હાઈટસ ફ્લેટ (૪) કૌશીકભાઈ ચમનભાઈ સંતોકી રહે.ઉમા ટાઉનશીપ બીજી લાઈન સાંઇમેકસ એપાર્ટેન્ટ બ્લોકનં.૨૦૧ (૫) ભગવાનજીભાઇ ખેમચંદભાઇ મેઘાણી રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૩ વાળા ને રોકડ રકમ રૂ. રૂ.૫૭,૫૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.