જાપાનના હોક્કાઈડોમાં મોટો ભૂકંપ 6.1ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી, તુર્કીમાં પણ આવ્યો ભૂકંપ
તુર્કી બાદ હવે જાપાન પણ ભયાનક ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઈડોમાં શનિવારે સાંજે 6.1ની તીવ્રતાનો ધરતીકંપ આવતા ફફડાટ વ્યાપ્યો હતો.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપને પગલે કોઈ સુનામી જારી કરવામાં આવી નથી, જેણે મુખ્યત્વે રાત્રે 10:27 વાગ્યે હોક્કાઇડોના પૂર્વીય ભાગમાં ખળભળાટ મચાવ્યો હતો. ઇજાઓ અથવા સંપત્તિને મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો મળ્યા નથી પરંતુ આ ભૂકંપમાં જાનહાની થઈ હોઈ શકે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, કુશિરોથી દૂર પ્રશાંત મહાસાગરમાં 60 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આ ભૂકંપે પૂર્વોત્તર જાપાન અને પૂર્વી જાપાન સહિત વ્યાપક ક્ષેત્રને પણ હચમચાવી નાખ્યું હતું.
તુર્કીમાં ભયાનક ભૂકંપના આંચકા જાણે અટકવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક આંચકા અનુભવાય રહ્યા છે. હજુ ભયાનક ભૂકંપના એ ડરામણા દ્રશ્યો અને દયનિય હાલતમાંથી તુર્કી બહાર નીકળ્યું નથી ત્યારે આજે શનિવારે ફરી એકવાર ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાતા લોકો ભયના લખલખા હેઠળ જીવી રહ્યા છે. આજે આવેલા ભૂકંપના આંચકામાં તીવ્રતા સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. જ્યારે ભારતીય સમય અનુસાર ભૂકંપ સાંજે ચાર વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.