ટંકારાના દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં જિલ્લા કલેકટર જી.ટી પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને જિલ્લાના જુદા જુદા ક્ષેત્રના 101 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, એસપી રાહુલ ત્રિપાઠી, ડે. ક્લેકટર ઝાલા, અધિક કલેકટર એન.કે. મુછાર સહિતના અધિકારી, પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાના બાળકોએ દેશ ભક્તિની કૃતિઓ રજુ કરી હતી.

You Might Also Like