મોરબી ના ગોર ખીજડીયા ગામે ખનીજ ચોરી મામલે ત્રણ વાહનો જપ્ત કરતા વિવાદ
મોરબીના ગોર ખીજડીયા ગામમા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ગેર કાયદે માટી વહન કરવા માટે બે ડમ્પર અને એક હીટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું જોકે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ વિરોધ ઉઠાવ્યો છે ગામના સરપંચ ગોતમ મોરડીયાએ જણાવ્યું હતું કે અમારા ગામથી નદી તરફ જતા રોડ પર આવેલા માતાજીના મંદિર જવાનું હોવાથી સ્થાનિક લોકો અને આસપાસ ને ખેતરના ખેડૂતોએ રોડ રીપેર કરવા માંગણી કરી હતી જોકે ગ્રામ પંચાયત પાસે ગ્રાન્ટ ન હોવાથી તેઓ પોતાના ખર્ચે રીપેર કરવાની ખાતરી આપતા ગ્રામ પંચાયતે રોડ રીપેર માટે મંજુરી આપી હતી ગામનો રોડ હોવાથી ગામની હદમાં આવતી સરકારી ખરાબાની માટી તેઓ લઇ રહ્યા હતા તે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી આ ટ્રક અને હીટાચી મશીન અટકાવ્યા હતા તેઓ ખાણ ખનીજ વિભાગને સમગ્ર હકીકત જણાવી હોવા છતાં તેઓએ કાર્યવાહી કરતા અમે જિલ્લા કલેકટર અને અમારા મત વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરીહતી જોકે કોઈ કાર્યવાહી ન થતા અમે નિરાશ થયા હતા
બીજી તરફ ખાણ ખનીજ વિભાગના જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગની અમને ફરિયાદ મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરી છે આ સિવાય કોઈ પણ સરકારી કે ખાનગી રોડ રસ્તાના કામ માટે માટીની જરૂર હોય તો નિયત ફી ચૂકવીને સરકારી વિભાગની મંજુરી લેવી પડે મંજુરી વિના કોઈ પણ કામગીરી ગેર કાયદેસર ગણાય આ કિસ્સામાં પણ તેઓ દ્વારા કોઈ મંજુરી ન લેવામાં આવી હોવાનું પણ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું હતું