ટંકારા ન્યુ વિઝન સ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
આજરોજ ટંકારા ન્યુ વિઝન સ્કૂલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી રામભાઈ કારોબારી સદસ્ય શ્રી મનીષભાઈ તેમજ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ગૌતમભાઈ વામજા તથા કારોબારી સદસ્ય શ્રી રાજલભાઇ અઘારા અને નારાયણ સેવા સંસ્થા ઘનશ્યામસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને ગ્રાહક જાગૃતિ અંગેનું એક મહત્વપૂર્ણ સેમીનાર પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા તેમજ ગૌતમભાઈ વામજાએ માર્ગદર્શન આપ્યું હતું
આ સેમીનારને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી દિલીપ સર બારૈયા તેમજ આચાર્યશ્રી કે.ટી પટેલ સર અને શિક્ષક શ્રી જતીન સર રાજલ સર, ચૌહાણ સર, ચમન સર, આરતિ બેન અને કાર્ય ક્રમ ના એંકર ભરત સર એ સાથે માળીને જાહેમત ઊઠાવી હતી


