મચ્છુ ડેમ -2 માંથી ડેમી - 2 અને 3 પાણીથી ભરવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટર રજૂઆત
મોરબી જિલ્લાના મચ્છુ ડેમ 2 રીપેરીંગ કરવાનું હોવાથી તેમાં રહેલું પાણી છોડવાનું હોય તે બાબતે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા દ્વારા મોરબી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે ટંકારા તાલુકાના ડેમી બે અને ત્રણમાં સૌની યોજના લિંક મારફતે આ પાણીથી ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને આ પાણીથી ફાયદો મળે અને આ પાણી થકી આગોતરા વાવેતર માટે પણ ઉપયોગ થઈ શકે અને પશુપાલકોને પણ પીવાનું પાણી મળે તે ધ્યાને લઈ આ ડેમી 2 અને 3 ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
