તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર, હવે આ તારીખે યોજાશે પરીક્ષા હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી
23ના બદલે 30 એપ્રિલના રોજ એક્ઝામ લેવાય તેવી શક્યતા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પછી એક પરીક્ષાનાં પરિણામો તેમજ પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી પંચાયત સેવા પસંદગી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. ત્યારે આગામી 30 એપ્રિલનાં રોજ તલાટીની પરીક્ષા લેવાય તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ GPSSBએ તલાટીની પરીક્ષાનાં આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. તો સાથે સાથે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વિટમાં એવું પણ જણાવ્યું છે કે પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફોર્મ પરીક્ષાની તારીખ કરાશે જાહેર કરવામાં આવશે.
GPSSB એ પહેલા 23 માર્ચ સંભવિત તારીખ જાહેર કરી હતી
16 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્વિટ કરીને ઉમેદવારો તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની પરીક્ષા 23 એપ્રિલનાં રોજ લેવા માંગે છે. તેવી જાહેરાત કરી હતી. પરંતું હવે નવી સંભવિત તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.